ઘડપણ સડવા માટે નથી માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુ:ખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુ:ખ એમને વ્યાજમુદ્લ સાથે પાછું મળે છે. જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે, ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે, પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ. પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે એ ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું. ચલના જીવનકા નામ ચલતે રહો શ...
Comments