Posts

Showing posts from December, 2009

Aamir Khan's Exclusive Interview on 3 Idiots

Actor Aamir Khan talks about his Super Hit film 3 Idiots.. hear the interview

Nice Guajrati Quote

વર્ષો પછી મેં અનુભવ્યું કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાંદમાં છત્રી અનેગરમીમાં ઠંડી હવાની લહેરખી બની આપણને સુરક્ષિત રાખે છે. એમનું ચાલે તો પોતાનાં બાળકો માટે લાકડાનો ઘોડો, સર્કસનો જોકર એટલે સુધી કેરંગબેરંગી ફુગ્ગો બની જવામાં પણ એમને સંકોચ નથી થતો. જોકે પોતાના આનંદની કોઇ પણ ક્ષણ હોય તેઓ આછા સ્મિતથી વધારે કોઇ પ્રતિભાવનથી દર્શાવતા. આવી પળોમાં પિતા તરીકે એમનું વ્યક્તિત્વ અદ્ર્શ્ય થઇ જાય છે.છતાં ક્યારેક એવું બને છે કે, માતાની સરખામણીમાં પિતાને હંમેશા ભૂલી જવાય છે. દૂર વસતાં બાળકો પત્ર લખે ત્યારે પત્રોમાં માંને પહેલું સંબોધનકરે છે. શાયદ પિતા માટે તો માત્ર થોડી લીટીઓજ લખાયેલી હોય છે, તો પણ બાળકોના પત્રમાં લખાયેલા એ થોડા શબ્દોને પણ તેઓ એકાંતમાંઘણીવાર વાંચે છે. એ સમયે એમનો ચહેરો કદાચ અત્યંત દયામણો અને લાચાર લાગે છે, છતાં એકાંતમાં પણ પોતાના ચહેરા પરની રેખાઓભાવુકતાની ચાડી ન ખાઇ જાય એની નિષ્ફળ કોશિશ કરતાં રહે છે.બાળકો મોટાં થતાં જાય છે એમ એમને લાડ લડાવવામાં પણ તેઓ ખચકાટ અનુભવે છે. ક્યારેક મોકો મળી જાય તો તેઓ ઘરમાં સૂતેલાં બાળકોનેપોતાની આંગળીઓથી પંપાળે